બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો વિવાદ વધી રહ્યો છે. હવે આ કેસમાં અલકાયદાએ એન્ટ્રી કરી છે. અલકાયદાએ ભારતને ધમકી આપતો પત્ર જાહેર કર્યો છે. આ આતંકી સંગઠને દિલ્હી, મુંબઈ, ગુજરાત અને યુપીમાં ફિદાયીન હુમલાની ધમકી આપી છે. 57 મુસ્લિમ દેશોના સંગઠન 0ICએ પહેલા આ મુદ્દે વિરોધ કર્યો હતો.
