મુંબઈમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને આજે સક્રિય દર્દીઓની સંખ્યા 1242 પર પહોંચી ગઈ છે. સાથે જ 10 દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી હતી. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. યોગ્ય રીતે માસ્ક પહેરો અને રસી લો. જો આવું જ ચાલું રહેશે તો સ્થિતિ વધુ વણસી શકે છે. તેથી તકેદારી જરૂરી છે.
