અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં 217 કેસ નોંધાયા છે, તો 207 જેટલા એક્ટિવ કેસ છે. આ પરિસ્થિતિને જોતાં મ્યુનિ.એ વધુ તકેદારી રાખવા સૂચના આપી છે. કોરોનાનું સંક્રમણ રોકવા કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી સ્ટેન્ડે આજથી કોરોનાના ટેસ્ટિંગ માટેના ડોમ ફરી શરૂ કરાશે. જણાવી દઈએ કે ગત રોજ શહેરમાં 97 દિવસ પછી રોજિંદા 44 કેસ નોંધાયા છે.
