ઉત્તર પ્રદેશના સીતાપુરમાં શ્રદ્ધા સાથે રમતની નવી તસવીર સામે આવી છે. અહીં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયમાં દેવી-દેવતાઓની તસવીરોવાળી ટાઈલ્સ લગાવવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ટોયલેટમાં દેવી-દેવતાઓની તસવીર જોઈને ગામલોકો રોષે ભરાયા હતા. આ મામલાની ફરિયાદ કરવામાં આવી હતી. મામલાને ગંભીરતાથી લેતા પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.
