બોલિવુડ એક્ટ્રરેસ મહિમા ચૌધરીએ પોતાના બ્રેસ્ટ કેન્સર વિશે ખુલાસો કર્યો છે. મહિમા ચૌધરીએ કીમોથેરાપી કરાવી, જેના કારણે તેના બધા વાળ ખરી ગયા. પણ હિંમત તૂટી નથી. મહિમા ચૌધરીએ બ્રેસ્ટ કેન્સરની વાત તેના માતા-પિતાથી છુપાવીને રાખી છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર મહિમા ચૌધરીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બ્રેસ્ટ કેન્સર વિશે જણાવી રહી છે.
