યુપીના સોનભદ્રમાં લગ્નના 12 વર્ષ પછી એક મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ જીવતી સળગાવી દીધી છે. બાદમાં હોસ્પિટલમાં મહિલાનું મોત થયું હતું. નોંધનીય છે કે મૃત્યુ પહેલા મહિલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે તેના પતિ, સાસુ અને ભાભી પર સળગાવવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પોલીસ આ મામલામાં ગુનો નોંધી રહી નથી.
