મુંબઈમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. એક જ દિવસ બાદ કોરોનાના નવા કેસની સંખ્યા વધીને 42 ટકા થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1765 નવા કેસ નોંધાયા છે. આ વર્ષે 25 જાન્યુઆરી પછી મુંબઈમાં આ સંખ્યા સૌથી વધુ છે. જો સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના 2701 કેસ નોંધાયા છે.
