દેશમાં કોરોનાના નવા કેસોમાં 41% નો વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 5,233 નવા કેસ નોંધાયા છે. સાથે કોરોનાને કારણે 7 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 28 હજાર 857 થઈ ગઈ છે. આ આંકડાઓ વધી રહ્યા છે. તેથી હવે સાવચેત રહેવાની જરૂર છે.
