મનુષ્ય પ્રકૃતિને એટલી હદે નુકસાન પહોંચાડી રહ્યો છે જેની આપણને કલ્પના પણ નથી. સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં સિંહ બાળ મોઢામાં ચંપલ પકડ્યાની તસવીર મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે. જોકે, આ તસવીર જેટલી સુંદર છે તેટલી જ ચોંકાવનારી પણ છે, જે તમારા દિલદિમાગમાં એક મેસેજ છોડી જશે, કે પ્રાણીઓના વસવાટમાં માનવ કચરો ફેંકવો કેટલો યોગ્ય છે.
