દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,584 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 24 લોકોના મોત થયા છે, જ્યારે એક દિવસ પહેલા માત્ર 8 લોકોના મોત થયા હતા. સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 2813, કેરળમાં 2193, દિલ્હીમાં 622, કર્ણાટકમાં 471 અને હરિયાણામાં 348 કેસ નોંધાયા છે. બગડતી પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારો ટૂંક સમયમાં કેટલાક મોટા નિર્ણયો લેશે તેવી અપેક્ષા છે.
