નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના નિવેદનને લઈને ઉત્તર પ્રદેશમાં ઉગ્ર હંગામો થયો હતો. શુક્રવારની નમાજ બાદ યુપીના છ શહેરોમાં લોકોએ નારા લગાવ્યા અને પથ્થરમારો કર્યો. આ ઘટના બાદ યોગી સરકાર એક્શનમાં આવી હતી. CM યોગીએ નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં 136 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
