ન્યૂયોર્કમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. સંશોધન મુજબ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પછી હૃદયને નુકસાન થઈ શકે છે. જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આ સંશોધનના પરિણામો દર્શાવે છે કે આ પ્રકારની સર્જરી કરાવ્યા પછી લાંબા ગાળે નર્વ અને ફેફસામાં લોહીના પડ જામવાનું જોખમ વધી જાય છે. જેનાથી હાર્ટ એટેકની સંભાવનાઓ વધી જાય છે.
