હવે દેશમાં પશુઓ માટે દેશની પ્રથમ કોવિડ વિરોધી વેક્સિન Anocovax થઈ છે. આ વેક્સિનને હરિયાણા સ્થિત ICAR દ્વારા વિકસિત કરાઈ છે. ગુરુવારે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ વેક્સિનને લોન્ચ કરી હતી. આ રસી પ્રાણીઓ માટે નિષ્ક્રિય SARS-CoV-2 ડેલ્ટા (COVID-19) રસી છે અને એનોકોવેક્સથી પ્રતિરક્ષા SARS-Cov ના ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિયન્ટનું રક્ષણ કરી શકે છે.
