સાઉથ એક્ટર અલ્લુ અર્જુન એક શૈક્ષણિક સંસ્થાને સમર્થન આપવા બદલ ટીકાઓનો ભોગ બન્યા છે. સામાજિક કાર્યકર કોઠા ઉપેન્દ્ર રેડ્ડીએ દાવો કર્યો હતો કે સંસ્થાની વિશેષ જાહેરાત, જેમાં અલ્લુ અર્જુનના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ગેરમાર્ગે દોરનારી હતી અને ખોટી માહિતી આપી હતી. આવી ભ્રામક જાહેરાતો સામે પગલાં લેવાની માંગ કરી હતી.આ મામલે અભિનેતા વિરૂદ્ધ અંબરપેટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
