કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સના સર્વે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં છોકરીઓ ધૂમ્રપાનનું સેવન કરવામાં છોકરાઓ કરતાં પણ આગળ છે. શાળાના વિદ્યાર્થીઓ પર હાથ ધરવામાં આવેલા આ ગ્લોબલ યુથ ટોબેકો સર્વે-4 રિપોર્ટમાં 1.9% છોકરાઓ અને 2.7% છોકરીઓ સિગારેટ પીવે છે, જ્યારે બીડીના કિસ્સામાં છોકરીઓનો દર છોકરાઓ કરતા બમણો છે.
