
હૈદરાબાદ ખાતે રામકોટ વિસ્તારમાં આવેલા જૈન ભવન માં મુંગા પશુઓની પીડા ને વાચા આપતાં મેનકાજી ગાંધી ને અભિનંદન આપવા માટે અહિંસા: જીવ દયા પ્રેમી અને પરોપકારી અને સમાજ સેવી વિભિન્ન સંસ્થાઓ દ્વારા એક
સભાનું આયોજન કરાયું હતું. એમાં પ્રમુખ વક્તા મેનકાજી ગાંધી હતાં.
મંચાસિન વ્યક્તિ ઓ ની નામાવલી પ્રસ્તુત છે:-
મેનકાજી સંજયજી ગાંધી,જૈન રત્ન જસરાજજી શ્રી શ્રી માલ, જૈન રત્ન ધરમચંદજી રાકા,નિર્મલ જી સિંધવી,સુરેનદ્રજી ભંડારી,દિનેશજી
આંચલીયા, ગૌતમચંદજી ગુગલીયા
મીના મુથા – મંચ સંચાલક
બધાં ને જ્ઞાત છે કે મેનકાજી સંજયજી ગાંધી પ્રાણીઓ માટે ઘણું જ કરે છે. એમનાં આ અમૂલ્ય કામ માટે તેમને બિરદાવવા માટે એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન ભવન નો આખો હોલ ભરાઈ ગયો હતો.અહિંસા જીવદયા પ્રેમીઓની વિભિન્ન સંસ્થાઓ નાં અગ્રણીઓ તેમજ
અન્ય સમાજ સેવકો આ સભામાં જોડાયાં હતાં.
મેનકાજી એ વિવિધ સ્લાઈડ્સ ની
ક્લીપો બતાવી અને પોતાની અહિંસા જીવદયાપ્રેમી ની વિવિધ સંસ્થાઓ ની જાણકારી આપી.
તેમની સંસ્થાઓની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જણાવી હતી.
ઉત્તરાખંડ માં અને નેપાળમાં પશુબલિ બંધ કરાવ્યો. પ્રાણીઓ માટે હોસ્પિટલો ખોલાવી છે. જખ્મી પ્રાણીઓ માટે એમ્બ્યુલન્સની સગવડ કરાવી છે. પહેલાં પોલીસ માં નકામા થયેલાં કુતરાઓ અને ઘોડાંઓ ને
મારી નંખતા હતાં, હવે એનાં પર
પ્રતિબંધ લગાવ્યો છે . ઊંટ અને હાથીઓ પર થતાં જુલ્મો અટકાવ્યા છે. બળદો ની લડાઈ ની હરિફાઈ પર પ્રતિબંધ લગાવ્યો છે. વ્હેલ અને શાર્ક નાં શિકાર અને દાણચોરી અટકાવ્યાં છે. ફિલ્મોમાં
શુટીંગ દરમિયાન પ્રાણીઓ પર થતાં અત્યાચારો અટકાવ્યાં છે. તેઓની વિભિન્ન સંસ્થાઓ વધારે ને વધારે
શાકાહારી ભોજન નો પ્રચાર કરે છે.
સભામાં જૈન ધર્મી ઓ વધારે હતાં.
પોતાનો પ્રાણી પ્રત્યે ની અહિંસાનાં પ્રેમ ની પ્રેરણા તેઓને જૈન ધર્મીઓ તરફથી મળેલી છે, એમ તેઓ એ જણાવ્યું હતું. માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે તેઓ એ પ્રાણીઓ પર થતાં અત્યાચારો રોકવા ની સંસ્થાઓ ની સ્થાપના કરી હતી. પહેલાં ચાંદી નો વરખ બનાવવા માટે ગાય નાં આંતરડાનાં ચામડાં નો ઉપયોગ થતો હતો, જે તેઓએ બંધ કરાવ્યો છે. હવે મશીન થી ચાંદીનો વરખ બનાવવા નું શરું કરાવ્યું છે. આ રીતે ઘણાં ઘણાં ઉદાહરણો આપ્યાં હતાં. જે બાળકો શાકાહારી હોય તેઓને ઈંડા ખવડાવવા નો આગ્રહ ન કરવો જોઈએ એવું સમજાવ્યું હતું. ચીન માં દાણચોરી થી થતી વાઘ ની નિકાસ અને તિબેટ થી દાણચોરીથી થતી આયાત અટકાવી છે.
વિશ્વ ની વિભિન્ન સંસ્થાઓ દ્વારા તેમની સંસ્થાઓનું તેમ જ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું એ પણ સ્લાઈડ્સમાં બતાવ્યું હતું. પોતે લખેલા પુસ્તકો પણ સ્લાઈડ માં બતાવ્યાં હતાં.
આમ સરસ માહિતી અને જાણકારી આપી. પછી વિભિન્ન સંસ્થાઓ નાં અગ્રણીઓ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું.
ભાવના પુરોહિત અને મયૂર પુરોહિત ને તરુણ ભાઈ મહેતા તરફથી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સોસાયટી તરફથી અને લવ ફોર કાવ તરફથી મોકલવામાં આવ્યાં હતાં. લવ ફોર કાવ નું સ્મૃતિ ચિન્હ મેનકા જી ને પરમેશ્વરી શર્મા એ આપ્યું હતું.
અન્ય સંસ્થાઓ દ્વારા તેઓને શાલ, માળા અને ગુલદસ્તાઓ ભેટ આપવામાં આવ્યાં હતાં.
મેનકા જી સભા નાં યુવાનો ને જો અભિરુચિ હોય તો પોતાની સંસ્થાઓ માં જોડાવા નું કહ્યું તેમ જ સભામાં અપિલ કરી હતી કે જે કોઈ તેઓની વિભિન્ન પ્રાણી સંસ્થાઓ નાં લાભાર્થે પોતાની શક્તિ અનુસાર દાન કરવાં માંગતા હોય તો તેઓનું સ્વાગત છે.
મેનકાજી સભાને સંબોધતા હતાં ,
ત્યારે આ લખનાર ને મેનકા જી દ્ધારા જન્મભૂમિ પ્રવાસી માં તેમની નિયમિત કોલમ માં આવતું લખાણ વાંચેલું યાદ આવતું હતું.
ભારે મેદની વચ્ચેથી મેનકાજી છુટા પડ્યાં હતાં.અંત માં મેનકાજી ને ભાવના મયૂર પુરોહિતે જણાવ્યું કે તેઓ એમની કોલમ નાં વાચક તેમજ ચાહક છે. સભામાં વધારે હિન્દી ભાષી ઓ હતાં. પોતાની ગુજરાતી કોલમ વાંચનાર ને મળી ને મેનકા જી રાજી થયાં હતાં.
અંતમાં અલ્પાહાર કરી ને સૌ છુટા પડ્યાં હતાં.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ