ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમરકસી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે એક નવી વ્યૂહરચના બનાવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનની આવતીકાલે નવી જાહેરાત થવાની છે. આવતીકાલે આપના ગુજરાત પ્રદેશ પ્રભારી સાંસદ સંદીપ પાઠક અમદાવાદ આવશે. તેઓ પત્રકાર પરિષદ યોજીને નવા સંગઠનની જાહેરાત કરશે.
