સરદાર સન્માન સંકલ્પ યાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ એક્શનમાં આવી છે અને અલ્પેશ કથીરિયા સહિત અનેક આગેવાનોની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે, આ યાત્રા માટે પોલીસ પરમિશન ના હોવાથી અટકાયત કરાય છે.બીજી તરફ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાની માંગ છે કે,નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવે.ઐતિહાસિક નામો કાઢીને આ નામ રાખવું યોગ્ય નથી.
