ગુજરાતમાં AAPએ તેના નવા સંગઠન માળખાની જાહેરાત કરી છે.AAPના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડો.સંદીપ પાઠકે પત્રકાર પરિષદ કરી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરી હતી.જેમાં 850જેટલા કાર્યકર્તાઓને હોદ્દેદારો બનાવવામાં આવ્યા છે.નવા માળખામાં ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને કેન્દ્રીય સંગઠનમાં સમાવવામાં આવ્યાં છે.ઈસુદાનને નેશનલ સેક્રેટરી બનાવાયા છે,ઇન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે.
