અભિનેતા અલી ફઝલ અને રિચા ચઢ્ઢા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે સમાચાર છે કે બંનેએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.ટૂંક સમયમાં આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.બંનેના ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બંને આ વર્ષે લગ્ન કરશે તે નિશ્ચિત છે અને હાલ બંને પરિવારમાં તારીખને લઈને વાતચીત ચાલી રહી છે.
