એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ કથિત રીતે એક નવું ફિચર લઈને આવી રહ્યું છે. આ ફિચરની મદદથી યુઝર્સ ગ્રુપ ચેટમાં 512 સદસ્યોને જોડી શકે છે. હાલમાં એક ગ્રુપમાં 256 લોકોને જોડી શકાય છે. તે ઉપરાંત મેસેજિંગ પ્લેટફોર્મ ઘણા અન્ય ફિચર્સ પણ લાવી રહ્યું છે. જેમાં 2GB સુધી ફાઈલને શેર કરવી અને મેસેજ પર ઈમોજી રિએક્શન આપવું શામેલ છે.
