આજના વ્યસ્ત જીવન અને વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણા લોકો માત્ર 4થી 5 કલાક જ શાંતિથી ઊંઘી શકતા હોય છે. સતત કેટલાય દિવસો સુધી ઓછી ઊંઘ લેવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે તમે પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો.
