ડિવાઇન કલર્સ ફાઉન્ડેશન (એનજીઓ) નાં મહત્વાકાઁક્ષી સાહસ, કલર્સ ઓફ બોલિવૂડ ધ મ્યુઝિકલ એક્સટ્રાવેગેંઝા ક્લબ દ્વારા ગત તા. 12મી જૂને AMA હોલ માં રાત્રે 8 વાગ્યાં થી સતત 4થી વાર ધમાકેદાર મ્યુઝિકલ કોન્સર્ટ ની પ્રસ્તુતિ થઇ જેમાં ક્લબ ના ચેરમેન અને versatile સિંગર ડો. મનીષભાઈ શાહ તથા સાથી કલાકાર શ્રીમતી કિન્નરી બેન દરજી, ડૉક્ટર મીતાબેન અને કિશોરભાઈ દ્વારા, “પુરાને ગાને સુનને કા નયા તરીકા” અંદાઝ માં બોલિવૂડના 40 થી 80 દશકના સ્વર્ણિમ યુગના ગીતોની સૂરીલી રજૂઆત થઇ હતી. આ શાખા ડિવાઇન કલર્સ ફાઉન્ડેશન (એનજીઓ) જે છેલ્લા 10 વર્ષ થી મેડિકલ અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપી કાર્યરત છે, તેના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૫૦થી વધુ મ્યુઝિકલ શો તેમજ સામાજિક ઉત્કર્ષ માટે ના કાર્યક્રમ આપી ચૂકી છે. સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન શ્રી નરેશભાઈ એ કર્યું હતું. કાર્યક્રમનું આકર્ષણ હતું, જુનિયર રાજેશ ખન્ના, શ્રી આર કે સાહેબ અને જુનિયર દિલીપ કુમાર સાહેબ દ્વારા કરવામાં આવેલું જમાવટ ભર્યું પર્ફોર્મન્સ. સાથે શ્રદ્ધાબેન પંડ્યા (એન્કરિંગ), ધારાબેન પુરોહિત, રૂપલબેન (સંચાલન), દેવાંશી સોની (ગીત સંયોજક), દિનેશભાઇ (સાઉન્ડ), કિરીટભાઈ શાહ (ફોટોગ્રાફી), અને સ્વયંસેવકો નો વિશેષ સહયોગ રહ્યો હતો. સંસ્થા ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી ઝરણાબેન મહેતા ઇવેન્ટના માનવંતા સ્પોન્સર્સ – LG, Tripada health care pvt ltd, ચોકલેટ રૂમ (શ્રી દેવ પટેલ, શ્રી આનંદ શાહ, ચોકલેટ સ્ટુડિયો ( શ્રીમતી શિલ્પાબેન) તથા મીડિયા પાર્ટનર હેલો ભારત ( શ્રી જ્ઞાનેન્દ્ર ભાઈ) નો તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ ની શોભા શ્રી દેવાંગ ભટ્ટ (GTPL અગ્રણી), શ્રી યશરાજ સિંહ બાપુ (ફેન્ટા ફિલ્મ્સ પ્રોડકશન), શ્રી કમલેશભાઈ વનિદાનીજી (સુપ્રસિદ્ધ ટેરોટ કાર્ડ રીડર), શ્રી કલ્પેશભાઈ ઉપાધ્યાય, શ્રીમતી ગીતાબેન ખુમન (જાણીતા શેફ) તેમજ શ્રી મોહનભાઇ (AMA હોલ ઇન્ચાર્જ)એ પોતાની ગરિમાપૂર્ણ હાજરીથી વધારી હતી. કાર્યક્રમ નું સંપૂર્ણ પ્રસારણ “હેલો ભારત” ચેનલ દ્વારા કરવામાં આવ્યું હતું.
