
“ અક્ષર મૈત્રી સાહિત્ય વર્તુળ, ગુજરાત” દ્વારા આયોજિત.
“ શ્રેષ્ઠ કવિ તેમજ ગૌરવવંતા ગુજરાતી સન્માન સમારંભ -૨૦૨૨ તા. ૧૨/૬/૨૦૨૨ નાં રોજ આયોજીત કરવામાં આવ્યો હતો..જેમાં ડો. શ્રીરાકેશ દીક્ષિત -રાષ્ટ્રિય છંદાચાર્ય , શ્રી ઉપેન્દ્ર જૈન-ગીતકાર, શ્રી રાજેશ શર્મા-એમ.ડી-Life 24 News, શ્રી વિનાયક રાવલ-વરિષ્ઠ સાહિત્યકાર, શ્રી ઈંદુલાલ બ્રહ્મભટ-વરિષ્ઠ સાહિત્યકાર, શ્રી નીલેશ ભટ્ટ-અધ્યક્ષઃઅમૃત ઘાયલ ફાઉન્ડેશન, શ્રી ધનજીભાઈ દાસ-વરિષ્ઠ ગીતકાર,કવિતા દાસ-પ્રસિદ્ધ પાર્શ્વ ગાયિકા,બિન્ની દવે- પ્રસિદ્ધ નૃત્યાંગના અને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી તથા બ્હોળી સંખ્યામાં સુપ્રસિદ્ધ કવિગણ ઉપસ્થિત રહ્યા હતા.
ડો.શ્રી દક્ષાબેન જોશી એ સ્વરચિત કવિતા-પઠન કર્યું હતું. પધારેલા દરેક મહાનુભાવો તેમજ કવિગણ ને શાલ ઓઢાડી , એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમ નું સુંદર આયોજન તેમજ સુચારૂ સંચાલન ડો.શ્રી કેતન ભાઈ પંડ્યા એ કર્યું હતું.