માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બોર્ડ નું પરિણામ 65.18% કચ્છ જિલ્લાનું 61.28% જેમાં શ્રી સરકારી માધ્યમિક શાળા કડોલમાં ધોરણ 10માં SSC 2022માં 84.62% પરિણામ જાહેર થયેલ છે.પરિણામ આવતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. શાળાના આચાર્ય શ્રી અજયભાઈ એમ. પટાટ તથા મદદનીશ શિક્ષક શ્રી નદિમભાઈ વાય.દિવાન અને શિક્ષક સહાયક હર્ષાબેન એમ. પારગી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સારું અને સફળ માર્ગદર્શન મળતા વિદ્યાર્થીઓ સફળતાના રંગે રંગાયા છે.શાળાના વિદ્યાર્થીઓમાં ઢીલા આરતીબેન હમીરાભાઇ 81.66 ટકા પરિણામ સાથે શાળામાં પ્રથમ નંબરે આવેલ છે તથા બીજા વિદ્યાર્થીઓ પણ સારા ગુણ મેળવીને પાસ થયેલા છે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી આગળ અભ્યાસ કરવાનું માર્ગદર્શન આપેલ છે.
