ઉપરોક્ત કાર્યક્રમ મા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ના મુખ્ય સંગઠક શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી,મીડિયા કન્વીનર દિનેશ રાવલ, મહિલા વિભાગ ના ઉપાધ્યક્ષ ડોલીબેન દવે ,ધર્મ અને આધ્યાત્મિક વિભાગના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દવે સરકારી યોજના અમલીકરણ વિભાગના અધ્યક્ષ કાનન બેન દવે મહામંત્રી શ્રી મુકેશ રાવલ અને તેમની ટીમ આરતી બેન જાની કિંજલ ઠાકર ઉમંગ શુક્લ શિલ્પાબેન દવે કાર્યક્રમ અમલીકરણ વિભાગનામંત્રી શ્રી ઈલેશભાઈ રાવલ સાથે વિભાગ-4 ના તમામ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. બિન અનામત વિભાગના ઓફિસર પણ ઉપરોક્ત પ્રસંગ ઉપસ્થિત રહેલ અને ટૂંકમાં પ્રવચન આપેલ.

દિપ પ્રાગટ્ય કરી વિભાગ-4 દ્વારા પધારેલ મહેમાનોનું બુકે,તેમજ મોમેન્ટો આપી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
મુખ્ય સંગઠક શ્રી અશ્વિન ત્રિવેદી દ્વારા સંસ્થાની કામગીરી બિરદાવવામાં આવી તેમજ ડો યજ્ઞેશ દવેના નેતૃત્વમાં થયેલ કામોની યાદી આપવામાં આવી. અધ્યક્ષ શ્રી ભરતભાઇ રાવલ તેમજ મહામંત્રી શ્રી અમિતભાઈ દવે દ્વારા વિભાગ-4 ની ટીમ તેમજ સરકારી યોજના અમલીકરણ વિભાગની ટીમને શુભકામનાઓ પાઠવી હતી.
દિનેશ રાવલ દ્વારા બિન અનામત વિભાગના ફાયદાઓ જણાવવામાં આવ્યા. અને આગામી સમયમાં વિભાગ ચારમાંથી ૩૦૦૦ થી વધુ ફોર્મ પ્રાપ્ત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
કાનન બેન દવે દ્વારા ઉપરોક્ત કાર્યને હજુ વધુ વેગવંતુ બનાવવામાં આવશે અને તેમની ટીમ દરેક જિલ્લામાં પ્રભારી શ્રી અતુલભાઈ દીક્ષિત ની રાહબરીમાં આવા પરિણામલક્ષી કાર્ય કરવામાં આવશે તેની ખાતરી આપી હતી.
અધ્યક્ષશ્રી કનુભાઈરાવલ તેમજ કમિટી દ્વારા પણ હજુ વધુ સરસ કામ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.
અને બિન અનામત વિભાગની ટીમને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવી હતી.
દિનેશ રાવલ
મીડિયા કન્વીનર
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા