ઇલેક્ટ્રિક વાહન કંપની બેટરએ દેશમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને BattRE સ્ટોરી નામ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે એક વાર ચાર્જ કરવા પર તે 132 કિમીનું અંતર કાપશે. તે ઓલા ઈલેક્ટ્રીક, હિરો ઈલેક્ટ્રીક, Okinawa, Pure EV જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. ભારતમાં આ સ્કુટરની કિંમત 89,600 રૂપીયા એક્સ-શોરૂમ છે.
