બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડી છે. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા, ત્યારબાદ તે હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં પહોંચી હતી. હાલમાં નોવોટેલ હોટલમાં તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. શૂટિંગ દરમિયાન દીપિકાની તબિયત બગડી હતી, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
