સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરાં જોવા મળશે. વિદેશમાં તો તરતી રેસ્ટોરાં કે જેને ફ્લોટિંગ રેસ્ટોરાં તરીકે ઓળખવામાં આવે છે, તેવું જ ફ્લોટિંગ રેસ્ટોરાં સાબરમતી નદીમાં તરતી મળશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે.
