રાહુલ ગાંધીને EDની નોટિસ સામે કોંગ્રેસ સતત અવાજ ઉઠાવી રહી છે. કોંગ્રેસે બંને દિવસે રાહુલના સમર્થનમાં પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન સેંકડો કાર્યકરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ ED ઓફિસ પાસે ઉગ્ર પ્રદર્શન શરૂ કર્યું છે, જ્યાં કાર્યકરોએ ટાયરો સળગાવી દીધા છે. કાર્યકર્તાઓએ કહ્યું કે અમારો અવાજ દબાવી ન શકાય.
