આપ દ્વારા આજથી ગુજરાતમાં વીજળી મોંઘી હોવાના મુદ્દાને લઇને આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારે વીજળીના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે તેના કારણે ગુજરાતની જનતા પીસાઇ રહી હોવાની વાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, બીજેપીની હેસિયત નથી કે તે મફતમાં વીજળી મધ્યમ અને ગરીબ વર્ગના આપી શકે.
