
રાજકોટએક કલાક પહેલા
ગૃહમંત્રી હર્ષ સંઘવીની રાજકોટ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજાઈ.
સંઘવી મોદીના કાર્યક્રમને લઇ આટકોટની મુલાકાત બાદ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે
વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે એક બાદ એક મોટા કાર્યક્રમો અને બેઠકો શરૂ કરી દીધી છે. આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જાણતા રાજા નાટક નિહાળશે. ત્યારે હર્ષ સંઘવી રાજકોટ આવી પહોંચ્યા છે અને તેઓએ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જાણતા રાજા નાટક અને મોદીના આટકોટ કાર્યક્રમ લઈને માહિતી મેળવી હતી. હર્ષ સંઘવી મોદીના કાર્યક્રમને લઈને આટકોટમાં ચાલી રહેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કરશે. તેમજ જેનું મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે તે કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની મુલાકાત પણ લેશે.
હર્ષ સંઘવી ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાથે બેઠક યોજશેઅરવિંદ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ સહિતના ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં હર્ષ સંઘવીએ વિવિધ મુદે ચર્ચા પણ કરી હતી. તેમજ ભાજપના કાર્યકરો સાથે પણ બેઠક કરી હતી. આ સિવાય હર્ષ સંઘવી સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નિરીક્ષણ કરશે. આ સિવાય રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સાથે પણ બેઠક કરશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની સ્થળ મુલાકાત લીધા બાદ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
ભાજપના લોકોને ખુલ્લા પાડવા નેતાઓને રજુઆત કરવા આવેલા કિશોર પટેલની ટુ-વ્હિલરમાં ત્રિપલ સવારીમાં અટકાયત.
ભાજપના લોકોને ખુલ્લા પાડવા આવનારની અટકાયતરાજકોટમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા છે. ત્યારે સામાકાંઠાના કિશોર પટેલ રાજકોટ ભાજપના કેટલાક લોકોને ખુલ્લા પાડવા હર્ષ સંઘવી પાસે રજુઆત કરવા જઈ રહ્યા હતા. પરંતુ તે રેસકોર્સ પાસે રજુઆત કરવા પહોંચ્યા ત્યારે જ પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે ટુવ્હિલરમાં તેને બેસાડી ત્રિપલ સવારીમાં અટકાયત કરી હતી. ત્યારે લોકોમાં રોષ ભભુક્યો હતો અને સામાન્ય લોકો ત્રિપલ સવારીમાં નીકળે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે અને પોલીસ જ નિયમનો ભંગ કરી રહી હોવાથી દંડ થશે કે કેમ તેવી ચર્ચા ઉઠી હતી.
રાત્રે રેસકોર્સ મેદાનમાં જાણતા રાજા નાટક ભજવાશેરાજકોટમાં આજે છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત જાણતા રાજા નાટકનું આયોજન રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. આ મહાનાટ્ય સમારોહના અધ્યક્ષસ્થાને CM ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, જાણતા રાજા એ સમગ્ર એશિયાનું સૌથી મોટુ જીવંત રીતે ભજવાતું મહાનાટક છે. અત્યારસુધીમાં આ નાટકના 1 હજારથી વધુ શો સમગ્ર ભારતમાં ભજવવામાં આવ્યા છે. જેમાં કુલ 300 જેટલા કલાકારો ભાગ લેનાર છે. આ પૈકી રાજકોટના 125 કલાકારો છે અને મહારાષ્ટ્રના 125 કલાકારો ભાગ લેનાર છે.
રાજકોટ ભાજપના નેતાઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી.
નાટક 5 હજાર લોકો એક સાથે જોઈ શકશેઆ મહાનાટ્યમાં 1 હાથી, 6 ઘોડા, 4 ઉંટ અને 1 બળદગાડાનો સમાવેશ થાય છે. જાણતા રાજા મહાનાટ્ય અંદાજિત 5 હજાર લોકો એકસાથે જોઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ 4 LED સ્ક્રિનની સુવિધા પણ કરવામાં આવી છે. આ મહાનાટ્ય જોવા આવનાર પ્રજાજનો માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા સુવિધા રમેશ પારેખ ઓપન એર થિયેટર નજીક કરવામાં આવી છે. VIP અને VVIP માટેની એન્ટ્રી ફનવર્લ્ડ ગેટ અને પોલીસ હેડક્વાટર ગેટ પાસેથી રહેશે.
અન્ય સમાચારો પણ છે…