શું તમે ભૂતિયા ફોન નંબર વિશે સાંભળ્યું છે? કહેવાય છે કે આ મોબાઈલ નંબરનો જેણે પણ ઉપયોગ કર્યો તેનું મૃત્યુ થયું હતું. છેલ્લા 10 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. સૌ પ્રથમ બલ્ગેરિયામાં Mobitel કંપનીના CEO વ્લાદિમીર ગેસ્નોવે પોતાના માટે મોબાઈલ નંબર 0888 888 888 જારી કર્યો હતો. જે બાદ તેમનું કેન્સરથી મૃત્યુ થયું હતું. આ પછી જેણે પણ આ નંબર લીધો તેનું મૃત્યુ થયું છે.
