Gujarati NewsDvb originalExclusive: Gujarat Will Make History In The Country; Students Will Sit In The Assembly Instead Of 182 MLAs

ગાંધીનગર2 કલાક પહેલાલેખક: નિર્મલ દવે
દેશમાં સૌપ્રથમ વખત ગુજરાત વિધાનસભા ખાતે આયોજનજુલાઈ મહિનાના સંભવત: પ્રથમ સપ્તાહમાં યોજાશે વિદ્યાર્થીઓનું એક દિવસીય વિધાનસભા સત્રયુવા વર્ગને લોકશાહી પદ્ધતિની નજીક લાવવા માટે પ્રયાસ
ગુજરાતનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સ્થાન મેળવનારાં નિમાબેન આચાર્યના વડપણ હેઠળ ગુજરાત વિધાનસભા વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી જુલાઈ માસમાં એક દિવસીય સત્રનું આયોજન કરાશે, જેમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. આ અંગેના આયોજનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે 182 વિદ્યાર્થી, જેઓ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે તેમના માટે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ, જેમને એક દિવસીય સત્રમાં બોલાવવાના છે, તેમની પસંદગી રાજ્યના ખૂણેખૂણેથી કરવામાં આવી રહી છે. ખૂબ ઝડપથી જ સમગ્ર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત મીટિંગો પૂરી કરી દેવામાં આવી છે અને સમગ્ર કામગીરી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપી દેવામાં આવી છે.
અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે, 182 વિદ્યાર્થીને ધારાસભ્ય તરીકે બોલાવાશે. આ વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી મુખ્યમંત્રી બનશે, એક વિદ્યાર્થી વિપક્ષ નેતા બનશે, જ્યારે એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનાવાશે અને બાકીના 179 વિદ્યાર્થી ધારાસભ્ય તરીકેની ભૂમિકા અદા કરશે.
વિધાનસભા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશેજે રીતે સામાન્ય વિધાનસભા સત્ર યોજાતું હોય છે અને એ દરમિયાન પ્રશ્નોત્તરી કાળ હોય છે એ જ રીતે વિદ્યાર્થીઓ માટે આયોજિત વિધાનસભા સત્રમાં પણ પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં ધારાસભ્ય તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછશે.
વિદ્યાર્થીઓ જ બનશે વિભાગીય મંત્રીવિધાનસભા સત્ર દરમિયાન ગૃહની અંદર પુછાઈ રહેલા પ્રશ્નોના જવાબ આપવા માટે વિભાગીય મંત્રી જવાબદાર હોય છે એ જ રીતે વિદ્યાર્થીઓ માટે યોજાઈ રહેલી યુવા સંસદની અંદર વિદ્યાર્થીઓમાંથી જ મંત્રી બનાવાશે, જે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપશે.
યુવા સાંસદ થકી વિદ્યાર્થીઓને રાજકારણ તેમજ લોકશાહી પ્રથાથી નજીક લાવવાનો પ્રયાસયુવા સાંસદનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એની અંદર ટીનેજર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ આગામી સમયમાં 18 વર્ષ કે તેથી વધુ વયના થશે અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે, ત્યારે લોકશાહી પ્રથા અને રાજકીય ગતિવિધિ વિશે વાકેફ થઈ શકે એ માટે વિધાનસભા તંત્ર દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા આરંભાઈસમગ્ર યુવા સાંસદના આયોજન અંગે જે સંસ્થાને જવાબદારી સોંપાઈ છે એવી સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે સંકળાયેલાં શ્રુતિ રાજવંશીએ પણ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કયા જિલ્લાની કઈ શાળામાંથી કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા એ અંગેની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 15થી 20 દિવસમાં આ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.
400 લોકોને યુવા સાંસદ માટે આમંત્રણ અપાશેદેશમાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલી વિદ્યાર્થીઓની સંસદમાં વિધાનસભા તંત્ર દ્વારા લોકોને આમંત્રણ આપવા માટેનું પણ આયોજન કરાયું છે. અંદાજે 400 લોકોને આમંત્રણ આપવામાં આવશે, જેમને પ્રેક્ષક ગેલરીમાં બેસાડવામાં આવશે. આમ, ખરા અર્થમાં ચાલતી વિધાનસભાની કાર્યવાહીની જેમ જ આ યુવા સાંસદ યોજવામાં આવશે.
વિધાનસભાની ઓનલાઇન કામગીરી શરૂ કરવામાં પણ ગુજરાત અગ્રેસરદેશભરમાં વિવિધ વિધાનસભાની તમામ કામગીરી ઓનલાઇન કરવામાં આવી રહી છે ત્યારે અગાઉ તત્કાલીન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પેપરલેસ બજેટ રજૂ કરવાની જાહેરાત કરાઈ હતી. પેપરલેસ બજેટ રજૂ કરનારા રાજ્યમાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું, જે બાદ હાલના વિધાનસભા અધ્યક્ષ નિમા આચાર્ય દ્વારા આ કામગીરીને આગળ ધપાવી હાલ વિધાનસભાની 950 જેટલી કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે.
યુવા સાંસદ થકી ભાજપને ફાયદોભાજપ સૌથી વધારે ધ્યાન જો કેન્દ્રિત કરતું હોય તો એ છે યુવાનો અને યુવા સંસદમાં હાજર રહેનારા વિદ્યાર્થીઓ પણ આગામી સમયમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે આ આયોજન થકી ભાજપ યુવાનોને પોતાની તરફ આકર્ષિત કરીને ફાયદો મેળવવાની કોશિશ કરી રહ્યો હોય એમ પણ લાગે છે.
અન્ય સમાચારો પણ છે…