અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી કાર્તિક માસના શુક્લ પક્ષની અગિયારસ સુધીના સમયને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. આ વખતે 10 જુલાઇ 2022 રવિવારે ચાતુર્માસની શરૂઆત થાય છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ આ ચાર મહિના નિદ્રાની મુદ્રામાં જતા રહે છે અને દેવઉઠી અગીયારસ પર તેમની નિંદ્રા ખુલે છે. ચાતુર્માસ વખતે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે માંગલિક કાર્યો નથી કરવામાં આવતા.
