તાલધ્વજનગર તળાજા ઈ.સ. ૪૬૮ થી ૭૮૮ વલભી સામ્રાજયના સુર્યવંગી મૈત્રકોના સમયના વલ્ભી રાજયમાં બૌધ ધર્મ ( હીનયાન સંપ્રદાય ) ના ૧૦૮ બૌધ મઠો ધર્મ શિક્ષણ માટે બનાવાયેલ તે પૈકી એક મઠ તાલધ્વજ ગીરીમાં બનાવેલ ( ડુંગર ઉપર બૌધ ગુફાઓ ) ઈ.સ. ૭૭૫ વલભીના રાજવી ધારાદિત્યજી ના વંશધરો વલ્લાદિત્ય ( વૃતકેતજી ) થી ઉગ્રસેનજી ( ઉગાજી ) ઈ.સ. ૮૩૦ થી ૯૮૦ વચ્ચે તળાજા નગર વસાવી રાજગાદી સ્થાપી એભલજી અણાજી વિગેરે ઈતિહાસ પ્રસિઘ્ર રાજવીઓએ તળાજા રાજય વિકસાવ્યુ . ઈ.સ ૧૨૦૩ થી જગમાલજી મ્હેર , મહારાજા હીશજી હેર વિગેરે મ્હેર જ્ઞાતિના રાજવીઓ એ રાજય કર્યું . ઈ.સ .૧૪૦૦ પછી તળાજા વાજા , રાઠોડ રાજવીઓ ઝાંઝમેરના રાજવીઓ હતા ત્યારે તળાજા તેની હકુમતમાં હતું . ઈ.સ. ૧૫૩૦ પછી પઢીયાર શાખાના બારૈયા રાજવીઓ એ તળાજા જીતી રાજય સ્થાપ્યું . ઈ.સ. ૧૦૦૦ થી ઈ.સ. ૧૭૭૨ ખંભાતના નવાબના આઘીપત્ય નીચે તળાજા રાજય રહયુ છે . ઈ.સ. ૧૭૭૨ માં ભાવનગરના ગોહિલ રાજવીએ તળાજા જીતી લઈ ભાવનગર રાજયમાં ભેળવ્યુ તે ૧૯૪૭ શ્રી વખતસિંહજી રાજય પ્રજાસતાક ત્યાં સુધી ભાવનગર રાજયનું પરગણુ રહયુ છે . ભારત ૧૯૪૭ થી શહર સુઘરાઈ , મ્યુનિસિપાલિટી , નગર પંચાયત , નગરપ લિકા સ્વરૂપે પ્રશાસન રહ્યુ છે . આમ ઈ.સ. ૮૩૦ થી વિવિઘ રાજવંશો ઘ્વારા નગર વિકસતુ રહયુ છે . નરસિંહ મહેતાની નિશાળ , એભલજી વાળા કન
