
રાજકોટએક કલાક પહેલા
લોકો મન મૂકીને વરસતાં આખા સ્ટેજ પર રૂપિયાની નોટના થર લાગી ગયાકીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે, ઓસમાણ મીરે ડાયરામાં લોકોને મંત્રમુગ્ધ કર્યા
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલવતાં લોકો મન મૂકીને વરસ્યા હતા. લોકડાયરામાં કોથળા મોઢે રૂપિયા ઊડતા ચારેતરફ રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા હતા તેમજ ભાજપના નેતાઓ પર પણ 100 અને 500ની નોટો વરસાદ થયો હતો. સ્ટેજ અને આસપાસની જગ્યામાં નજર પડે ત્યાં રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા હતા.
કીર્તિદાન અને ઓસમાણ મીરે લોકગીતો લલકાર્યારીબડામાં લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે સહિતના કલાકારોએ લોકગીત, ભજન, દેશભક્તિનાં ગીત, લોકસાહિત્ય પીરસી લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. બીજી તરફ, લોકોએ પણ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. એટલા રૂપિયા ઊડ્યા કે સ્ટેજ પર 20, 100 અને 500 રૂપિયાની નોટના થર જામી ગયા હતા. આ લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.
લોકડાયરામાં 500 રૂપિયાની નોટો પણ ઊડી.
રીબડામાં શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજનગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે 26 મે સુધી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વ્યાસપીઠ પરથી રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ભાઈશ્રીની કથાનું શ્રવણ કરવા ગોંડલ અને રાજકોટ આસપાસનાં ગામડાંમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે.
રૂપિયાના વરસાદથી સ્ટેજ પર નોટોના થર જામ્યા હતા.
કથામાં તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ છેઆ કથામાં 23 મેને સોમવારે શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો તેમજ આજે મંગળવારે ગોવર્ધન પૂજા અને 25 મેને બુધવારના રોજ રુક્મિણી વિવાહ પ્રસંગ યોજાશે. રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ દરમિયાન સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત મહોત્સવમાં તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લોકો નેતાઓ પર મૂકીને વરસ્યા.
ચારેબાજુ રૂપિયાની નોટો જ નોટો જોવા મળી.
ભાજપના નેતાઓ પર રૂપિયાનો વરસાદ થયો.
અન્ય સમાચારો પણ છે…