
સપ્તરંગી આર્ટિસ્ટ ગ્રુપ અને અભિવ્યક્ત ગ્રુપ દ્વારા ત્રણ દિવસીય* પ્રથમ રાષ્ટ્રીય કલા પ્રદર્શન * યોજાશે . જેમાં ૫૯ જેટલા રાષ્ટ્રીય કલાકારો ભાગ લેશે –
હઠીસિંહ વિજ્યુઅલ આર્ટ સેન્ટર આર્ટ ગેલેરી , અમદાવાદ ખાતે ૧૭ જૂન થી ૧૯ જૂન ૨૦૨૨ સુધી આ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે .
ગુજરાત સ્થિત સપ્તરંગી આર્ટિસ્ટ ગ્રૂપ અને અભિવ્યક્તિ ગ્રુપ દ્વારા ભવ્ય અને અનોખી આર્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત અને ગુજરાત બહારના ૫૯ આર્ટિસ્ટો અમદાવાદમાં ભાગ લેવા જઈ રહ્યા છે . કિરણ ઠક્કર , સુધીર ઠક્કર, તરુણ કોઠારી અને ધાર્મિક ત્રિવેદી ના માર્ગદર્શન અને આયોજન હેઠળ આ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે .
કલા પ્રદર્શન માં વિવિધ પ્રકારના કલા પ્રદર્શિત કરવામાં આવશે . પેઇન્ટિંગ અને શિલ્પને પણ મહત્વ આપવામાં આવ્યું છે . ગુજરાત અને દેશના અન્ય શહેરો અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, સુરત, અમરેલી, રાજકોટ, વાપી , મહેસાણા સુરેન્દ્રનગર, નવસારી ઉપરાંત ઉત્તરાખંડ થી કલાકારો ઉત્સાહિત થઈને ભાગ લઈ રહ્યા છે. ખાસ આ પ્રદર્શનમાં નામાંકિત કલાકારો મનહર કાપડિયા, કુલીન પટેલ, દિલીપ દવે, શૈલેષ ડાભી, રાજેશ બારૈયા, સુમેંન્દ્ર સરવૈયા, રઘુવીરસિંહ ગોહિલ ને આમંત્રિત કરાયાં છે..
આર્ટ એક્ઝિબિશનના આયોજકો શ્રીમતી કિરણ ઠક્કર , શ્રી સુધીર ઠક્કર, શ્રી તરુણ કોઠારી અને શ્રી ધાર્મિક ત્રિવેદી કહે છે કે આ પ્રદર્શન દેશભરના જાણીતા કલાકારો માટેતેમ જ તેમની પ્રતિભા લોકો સુધી પહોંચાડવા માટે છે . અને આ પ્રદર્શનનું આયોજન
૧૭ જૂન થી ૧૯ જૂન ૨૦૨૨ સુધી હઠીસિંગ વિજ્યુઅલ આર્ટ સેન્ટર આર્ટ ગેલેરી , અમદાવાદ ખાતે સાંજે ૪ થી ૮ દરમિયાન કલારસિકો અને કલાકારો અહીં આવીને કલા ના અનોખા ઉત્સવમાં ભાગ લેશે .
કિરણ ઠક્કર
(સપ્તરંગી આર્ટિસ્ટ ગ્રૂપ)
(૭૯૮૪૯૨૪૪૯૪)