
અમદાવાદએક કલાક પહેલા
કૉપી લિંક
પિરાણાની હવા પ્રદૂષિત ( ફાઈલ ફોટો)
શહેરમાં વાહનોની વધતી સંખ્યા અને ઔદ્યોગિક વિસ્તારના વધતા વ્યાપથી હવા પ્રદૂષિત થાય છે
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ઘટતાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને 135 થયો છે. સોમવારે શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ મઘ્યમ હતું. જો કે વિસ્તાર પ્રમાણે જોઈએ તો પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષિત હવા પીરાણા અને પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડામાં હતી. જ્યારે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં હવા શુદ્ધ હોવાનું સામે આવ્યું છે.
સોમવારે હવામાં પ્રદૂષણનું પ્રમાણ મઘ્યમ હતુંAQI ફોરકાસ્ટ કરતી સફર વેબસાઈટ પ્રમાણે સોમવારે સાંજે સાત વાગ્યા સુધીની સ્થિતિએ અમદાવાદ શહેરમાં પ્રદૂષિત હવાના પ્રમાણ અંગે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 135 હોવાની સાથે એર ક્વોલિટી મધ્યમ હતી. શહેરમાં વિસ્તાર પ્રમાણે જોઈએ તો પીરાણાનો AQI 179, ચાંદખેડામાં 177, રાયખડમાં 147, નવરંગપુરમાં 118, બોપલમાં 116, એરપોર્ટમાં 106 હતો. જેથી કહી શકાય કે હવામાં પ્રદૂષણનું પ્રમાણ મઘ્યમ હતું. જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં માત્ર 87 AQI નોંધાયો હતો. એટલે કે સેટેલાઈટની હવા શુદ્ધ હતી.
અમદાવાદમાં વાહનોની સંખ્યામાં વધારો પ્રદૂષણ નોંતરે છે ( પ્રતિકાત્મક તસવીર)
3 દિવસથી શહેરમાં પવનની સાથે ધૂળી ડમરી ઉડે છેછેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં પવનની સાથે ધૂળની ડમરી ઉડી રહી છે. જેના કારણે હવામાં રજકણો ઉડવાના લીધે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. બીજી બાજુ શહેરમાં દિવસે દિવસે વાહનોની વધતી જતી સંખ્યા અને ઔદ્યોગિક વિસ્તારોનો વ્યાપ વધવાને કારણે પણ આસપાસના વિસ્તારમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે.
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નોંધાયેલ AQI
વિસ્તારAQIપ્રદૂષણનું સ્તરપીરાણા179મધ્યમરાયખડ147મધ્યમએરપોર્ટ106મધ્યમચાંદખેડા117મધ્યમનવરંગપુરા118મઘ્યમબોપલ116મધ્યમસેટેલાઈટ87સંતોષકારકઅન્ય સમાચારો પણ છે…