
રાજકોટ3 કલાક પહેલા
કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
છેલ્લા 7 દિવસથી શહેરમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી
રાજકોટમાં કોરોના નામશેષ રહ્યો છે. છેલ્લા 7 દિવસથી શહેરમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આથી આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાં હાલ કોરોનાના 4 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 63706 પર પહોંચી છે. કોરોના હળવો પડતા ઋતુજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. ગત અઠવાડિયે શહેરમાં શરદી- ઉધરસના 186 અને ઝાડા-ઊલટીના 107 કેસ નોંધાયા હતા.
ગરમીમાં ઋતુજન્ય રોગચાળો વકર્યોઆ વર્ષે ઉનાળાનો આકરો તાપ શરૂ થઇ ગયો છે. બપોરે તો કાળઝાળ ગરમીમાં લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં ફરી સિઝનલ રોગચાળાના દર્દી વધ્યા છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 107 અને શરદી-ઉધરસના 186 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 78 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 9, મેલેરિયાના 6 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. આ આંકડા તારીખ 16થી 22મે સુધીના છે જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
14,856 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇઆ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 14,856 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 114 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.
આ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યુંમચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ ગુંદાવાડી વિસ્તાર, ધ્રુવનગર, સુભાષનગર, એરપોર્ટ રોડ, મુરલીધર સોસા., વેલદી૫ સોસા., પટેલનગર, કિષ્ના પાર્ક, ગણેશ પાર્ક, ગોપાલનગર, સોલવન્ટ ક્વા., શિવ શકિત, વાલ્મિકી સફાઇ કામદાર આવાસ, શ્રી પ્રમુખ સ્વામી પાર્ક (રેલનગર), કેવડાવાડી, હુડકો ક્વા. એ- બી, આશાપુરાનગર, રાજલક્ષ્મી સોસા. વગેરે વિસ્તારો ફોગિંગની કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે…