સશસ્ત્ર દળોમાં ભરતી માટે રજૂ કરવામાં આવેલી ‘અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનો સાથે એકતા દર્શાવવા માટે કોંગ્રેસના નેતાઓ આજે જંતર-મંતર ખાતે ‘સત્યાગ્રહ’ કરી રહ્યા છે. તેને જોતા જંતર-મંતર પર પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ અન્ય નેતાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા છે.
