રાજ્યના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 217 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 97 કેસ સામે આવ્યા છે. નવા કેસો ઉમેરાતા હવે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1400ને પાર થઈ ગઈ છે. નવા કેસોમાં સુરત કોર્પોરેશનમાં 35, વડોદરા કોર્પોરેશનમાં 30, સુરત જિલ્લાના 10 કેસનો પણ સમાવેશ થાય છે.
