કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીષે રૂટ કેનાલ સર્જરી કરાવી હતી. જે બાદ તેનો ચહેરો બગડી ગયો છે. સ્વાતિએ ડોક્ટર પર ખોટી સારવાર આપવાનો આરોપ લગાવ્યો છે. સ્વાતિના જણાવ્યા અનુસાર સર્જરી બાદ તેના ચહેરા પર સોજો આવી ગયો હતો અને ભારે દુખાવો થવા લાગ્યો હતો. સર્જરી દરમિયાન તેને એનેસ્થેસિયાના બદલે સેલિસિલિક એસિડ અપાયું હતું. આ પહેલા અભિનેત્રી ચેતનાનું મોત ફેટ ફ્રી સર્જરીના કારણે થયું હતું.
