સુરતસ્થિત AD SONI Foundation દ્વારા ૧૭મી જૂન, શુક્રવારે ડાંગ જિલ્લાના કાલીબેલ ગામની રહેવાસી આશ્રમશાળાના 300 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં સ્કૂલબૅગ, નોટબુક, રાઇટિંગ પેડ, ક્રેયોન (કલર બૉક્સ), ડ્રૉઇંગ બુક, પેન્સિલ, બૉલપેન, પેન્સિલ પાઉચ અને વૉટરબૅગનો સમાવેશ થતો હતો.
AD SONI Foundation, સુરતનાં અનિકેત અને દિશાએ જણાવ્યું હતું કે અમે ઘણાં વર્ષોથી અહીં ટ્રેકિંગ તથા નાઇટ ફોટોગ્રાફ માટે આવીએ છીએ. અહીંનાં બાળકો તથા તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિને અમે ઘણી નજીકથી જોઈ છે. એક વિદ્યાર્થીની શૈક્ષણિક કિટ આશરે રૂ. 700ની પડે છે. AD SONI foundationની ટીમે આ વર્ષે 300 વિદ્યાર્થીઓને આ કિટ ભેટ આપી છે.
પ્રત્યાઘાત આપતાં કાલીબેલ રહેવાસી આશ્રમશાળાના પ્રિન્સિપાલ રમેશભાઈ પી. પટેલે જણાવ્યું હતું કે આ બાળકોનાં માતા-પિતા રોજી માટે બહારગામ જાય ત્યારે ફક્ત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની જ વ્યવસ્થા કરી શકે છે. ઘણી વાર વિદ્યાર્થીઓ ગત વર્ષના ચોપડાથી ચલાવી લે છે. AD soni foundationની આ મદદથી તેઓ ખૂબ જ પ્રોત્સાહિત છે. આ રીતે AD soni foundation બહુ જ સરસ પ્રવૃત્તિ કરી રહ્યું છે
આ કાર્યક્રમમાં આશ્રમશાળાના શિક્ષકો સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
AD soni foundationના પ્રવક્તાએ જણાવ્યું ફાઉન્ડેશનને કરવામાં આવતું દાન ઇન્કમટૅક્સની કલમ 80G હેઠળ ટૅક્સ-ફ્રી છે. આપ AD soni foundationના મોબાઇલ નંબર 7383050481 પર સંપર્ક કરી શકો છો.
