મહારાષ્ટ્રમાં MLC ની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ હડકંપ મચી ગયો છે. ફરી એકવાર ભાજપે મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષને હરાવીને મોટો ઝટકો આપ્યો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ ઊથલપાથલ મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે 11 MLA સાથે ગાયબ થઈ ગયા છે, તેઓ હાલ સંપર્ક વિહોણા બન્યા છે.
