મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 30 ધારાસભ્યો ગુજરાતની હોટલમાં રોકાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરતની લા મેરિડિયન ખાનગી હોટલમાં રોકાયા છે. દરમિયાન એક ધારાસભ્ય નીતિન દેશમુખને આજે સવારે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
