રશિયન પત્રકાર દિમિત્રી મુરાટોવે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર વેચીને મોટું પગલું ભર્યું છે. પત્રકારને હેરિટેજની હરાજીમાંથી તેને વેચવા પર લગભગ રૂ. 800 કરોડ મળ્યા. દિમિત્રીએ કહ્યું કે, તે ઈનામની હરાજીમાંથી તમામ પૈસા યુક્રેનમાં યુદ્ધને કારણે ઘર છોડવા માટે મજબૂર થયેલા લોકોની મદદ માટે આપશે. તેમને 2021માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. તેઓ સ્વતંત્ર અખબાર નોવાયા ગેઝેટાના મુખ્ય સંપાદક છે.
