ગાંધીનગરના કોબા ખાતે સ્વ. ભીખાભાઈ કચરાભાઈની સાતમી પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ અમદાવાદના સહયોગથી ત્રિશા ટ્રોમાં સેન્ટર નિર્ણયનગર ડેન્ટલ કોલેજમાં કમલા ટ્રસ્ટ બોપલના સહયોગથી કોબા ખાતે જાહેર જનતાના લાભાર્થે આંખોના 387 દર્દીઓને રાહત દરે ચશ્માનું વિતરણ તેમજ 15 દર્દીઓને મોતિયાના મફત ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી. જ્યારે દાંતના 48 દર્દીઓના ચેકઅપ કરવામાં આવ્યા હતા. તેમજ હાડકાના ૧૭૧ દર્દીઓના હાડકાની તપાસ રાહત દરે કરીને એક્સ-રે સારવાર કરવામાં આવી હતી. લોહીની તપાસ 80 દર્દીઓની કરવામાં આવી હતી. ઉપરોક્ત મેડીકલ કેમ્પ સ્વ. શ્રી ભીખાભાઈ કચરાભાઈ નાઈની પુણ્યતિથિ નિમિત્તે “જનસેવા એ જ પ્રભુસેવા” મંત્રને સાર્થક કરતા યોગેશભાઈ નાયી( પૂર્વ સરપંચ. ) તેમજ તેજલબેન નાઈ તેમજ ભીખાભાઈ નાઈનાં પરિવાર દ્વારા આ મેડિકલ કેમ્પ સંપન્ન કરવામાં આવ્યો હતો.