ગોલ્ડન ચિઝ બોલ ખાવાની બહુ જ મજા આવે છે. તમે એક વાર આ રીતે ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.
દરેક રેસિપી એ વુમન્સ માટે ખાસ હોય છે. તો આજે અમે તમને એક એવી રેસિપી શીખવાડીશું જે ખૂબ જ ઝડપથી ઘરે તમે બનાવી શકશો અને તમને ખાવાની પણ મજા આવશે. આ રેસિપી નાના બાળકોથી લઇને મોટા એમ દરેક લોકો પેટ ભરીને ખાશે અને મજા પણ આવશે. તો જાણી લો ઘરે કેવી રીતે બનાવશો ગોલ્ડન ચીઝ બોલ્સ…
સામગ્રી
3 ચમચી બટર
બે કપ મેંદો
½ કપ હુંફાળુ દૂધ
બે ચમચી કોર્ન
બે ચમચી ચીઝ
કોથમીર
સ્વાદાનુંસાર મીઠું
½ ચમચી કાળા મરી
ઝીણી સમારેલી ડુંગળી
બે કપ બ્રેડના ટુકડા
જરૂર મુજબ તેલ
બનાવવાની રીત
ચીઝ બોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં બટર એડ કરો.
પછી આમાં મેંદો મિક્સ કરો અને ધીમા ગેસે થોડીવાર માટે શેકી લો.
ત્યારપછી આમાં ધીરે-ધીરે દૂધ મિક્સ કરો. દૂધ મિક્સ કરતા ખાસ ધ્યાન એ રાખો કે આમાં ગઠ્ઠા ના પડી જાય.
હવે આમાં કોર્ન, ચીઝ, કોથમીર, ડુંગળી, મીઠું અને કાળા મરી એડ કરો.
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને થવા દો.
દૂધ ઠંડુ થાય એટલે એમાંથી મિડીયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લો.
પછી બાઉલમાં મેંદો, મીઠુ અને થોડુ પાણી લઇને એક ખીરું તૈયાર કરી લો.
ત્યારબાદ ચીઝ બોલ્સને મિશ્રણમાં એડ કરીને બ્રેડના ચુરામાં મિક્સ કરીને ફ્રિજમાં મુકી દો.
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને એમાં આ બોલ્સ તળી લો.
ગોલ્ડન રંગના થાય એટલે તેલમાંથી કાઢી લો અને ચટણી સાથે સર્વ કરો.
તો તૈયાર છે સ્વાદિષ્ટ ગોલ્ડન ચીઝ બોલ્સ.