હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે જાહેરાત કરી છે કે અગ્નિપથ યોજના હેઠળ સેવા આપ્યા પછી, અગ્નિવીરોને ગેરંટી સાથે હરિયાણામાં નોકરી આપવામાં આવશે. હરિયાણાના સીએમએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું- “હું જાહેરાત કરું છું કે ‘અગ્નિપથ યોજના’ હેઠળ, 4 વર્ષ સુધી દેશની સેવા કર્યા પછી પાછા આવનાર અગ્નિવીરોને ગેરંટી સાથે હરિયાણા સરકારમાં નોકરી આપવામાં આવશે.”
